મોરબી : મોરબીમાં રખડતા ઢોરની સમસ્યા હવે સામાન્ય બની ગઈ હોય તેમ શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આજ રોજ મોરબી-વાંકાનેર હાઇવે પર શક્તિ ચેમ્બર સામે રખડતા ઢોરનું મોટું ટોળું જોવા મળ્યું હતું. રોડની એક બાજુ 10 કરતા પણ વધારે રખડતા ઢોરનો જમાવડો જોવા મળ્યો હતો. થોડી વાર માટે ટ્રાફિક જામનાદ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે ટ્રાફિક પોલીસે આ ઢોરને હટાવીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.