નવાગામ પંચાયતે તેમના ગામને કૃષિ રાહત પેકેજનો લાભ આપવાની ખેતીવાડી અધિકારીને રજુઆત કરી મોરબી : મોરબીના નવાગામે અગાઉ ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન થયું હોવાનું ખેડૂતોને તેને વળતર રૂપે સરકારના કૃષિ રાહત પેકેજનો લાભ ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી નવાગામ પંચાયતે તેમના ગામને કૃષિ રાહત પેકેજનો લાભ આપવાની ખેતીવાડી અધિકારીને રજુઆત કરી જો આ લાભ ન મળે તો કોર્ટમાં જવાની ચીમકી આપી છે. નવાગામ પંચાયત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજુઆત કરી હતી કે, નવાગામમાં ખરીફ સિઝન દરમિયાન ભારે વરસાદ થતાં પાકને મોટું નુકસાન થયું હતું. આથી ખેડૂતોને મોટા આર્થિક ફટકો પડયો હતો.તેથી તેના વળતર માટે સરકાર કૃષિ રાહત પેકેજમાં નવા ગામના ખેડૂતો લાભ મેળવવાના પાત્ર છે. પરંતુ નવાગામના ખેડૂતોને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કર્યો નથી. તેથી ખેડૂતોને અન્યાય થયો છે. આથી નવાગામ પંચાયતે તેમના ગામને કૃષિ રાહત પેકેજનો લાભ આપવાની ખેતીવાડી અધિકારીને રજુઆત કરી જો આ લાભ ન મળે તો કોર્ટમાં જવાની ચીમકી આપી છે.