સમસ્યા ઉકેલ્યા વગર જ ઓનલાઈન રેકોર્ડ સારો બતાવવા બારોબાર ફરિયાદો 'ક્લોઝ' કરી દેવાતી હોવાનો ગ્રાહકનો ગંભીર આક્ષેપટંકારા : ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી પીજીવીસીએલ સબ-ડિવિઝન કચેરી હેઠળના વિસ્તારોમાં વીજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટંકારાના હરિઓમ ફીડર હેઠળ આવતી પટેલ નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અતિશય લો-વોલ્ટેજ અને પાવર ફ્લકચ્યુએશનની ગંભીર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે ગ્રાહક દ્વારા મોરબી ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓફિશિયલ કેસ નંબર PG657 તેમજ વીજ કંપનીના રેકોર્ડ પર 422422513, 422422540 અને 422422551 નંબરથી સત્તાવાર ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે.ગ્રાહકની મંજૂરી વગર જ ફરિયાદો 'ક્લોઝ' કરવાની ગેરરીતિસ્થાનિક વીજ ગ્રાહક જયદીપ નિમાવતે પીજીવીસીએલના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક અધિકારીઓ માત્ર પોતાનો ઓનલાઈન રેકોર્ડ સારો બતાવવા માટે ગ્રાહકની સમસ્યાનું નિવારણ કર્યા વગર જ ફરિયાદોને બારોબાર ‘ક્લોઝ’ કરી દે છે. ગ્રાહક દ્વારા ફોન પર સમસ્યા ચાલુ હોવાનું જણાવવા છતાં પણ ગ્રાહકની સંમતિ વગર ખોટા બહાના બતાવીને ફરિયાદ બંધ કરી દેવામાં આવે છે, જે ગ્રાહક સુરક્ષા ધારા અને વીજ નિયમન આયોગના નિયમોની ઘોર અવગણના સમાન છે.શોર્ટ-સર્કિટ અને કિંમતી ઉપકરણો બગડવાનો ભયઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ સ્થાનિક ટીમે ગ્રાઉન્ડ પર આવીને લાઈન રિપેરિંગ અને ફેઝ-બેલેન્સિંગનું કામ પૂરું કર્યું હોવાનો દાવો કર્યો છે, પરંતુ ટેકનિકલ ખામી હજુ પણ ઠેરની ઠેર છે. ખાસ કરીને બપોરે અને રાત્રિના પીક લોડ દરમિયાન વીજ પુરવઠામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. પંખાઓ અચાનક ધીમા થઈને ફૂલ સ્પીડમાં આવી જાય છે. આ કાયમી ઉતાર-ચઢાવ દર્શાવે છે કે સબ-સ્ટેશન અથવા ટ્રાન્સફોર્મર લેવલે રહેલું સીટીપીટી યુનિટ ઓવરલોડના કારણે ક્ષતિગ્રસ્ત થયું છે અથવા તેની કેપેસિટી ખૂટી રહી છે, જેને બદલવામાં સ્થાનિક કચેરી આળસ કરી રહી છે. આવા ભયંકર પાવર ફ્લકચ્યુએશનના કારણે ઘરમાં શોર્ટ-સર્કિટ થવાનો, વાયરિંગમાં આગ લાગવાનો અને ફ્રિજ, એસી, ટીવી જેવા કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાનો પૂરેપૂરો ભય સર્જાયો છે.નુકસાન થશે તો 100% આર્થિક જવાબદારી પીજીવીસીએલની રહેશેગ્રાહકે લેખિત રજૂઆત દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો પાવરના આ ઉતાર-ચઢાવના કારણે પટેલ નગર સોસાયટીના કોઈપણ ગ્રાહકના ઘરમાં શોર્ટ-સર્કિટ થશે કે કોઈ કિંમતી ઉપકરણને નુકસાન થશે, તો તેની સંપૂર્ણ અને 100% આર્થિક જવાબદારી પીજીવીસીએલ કંપનીની અને કસૂરવાર સ્થાનિક અધિકારીઓની રહેશે. ગ્રાહક સુરક્ષા કાયદા અનુસાર કંપનીએ તેની પૂરેપૂરી ભરપાઈ ચૂકવવી પડશે.સ્થાનિકોની માંગણી છે કે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આદેશ આપીને હરિઓમ ફીડર પરના લોકલ ટ્રાન્સફોર્મરનો લોડ ચેક કરાવે, જરૂર જણાયે સીટીપીટી યુનિટ તાત્કાલિક બદલે અને ગ્રાહકોને પૂરતા, નિયમિત અને સ્ટેબલ વોલ્ટેજ પૂરા પાડે.#Morbi #MorbiUpdate #Tankara #PGVCL #PowerFluctuation #ConsumerComplaint #ElectricityIssue #TankaraNews