મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. અગાઉ વરસાદ અને વીજળીના કડાકા ભડકાથી ટીસીમાં નુકશાન થવાથી એકએક વોલ્ટેજ વધી જતાં ઉપકરણો બળી ગયાની અને હવે ઉપકરણો ચાલુ ન કરી શકતા હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ મોરબી : મોરબીના દરબારગઢ વિસ્તારમાં ટીસીમાથી હાઈ વોલ્ટેજ આવતો હોવાથી કારણે ઘરના ઇલોકટ્રોનિક ઉપકરણો ચાલુ કરવા જાય તો બળી જતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ વીજ તંત્રને રજુઆત કરી છે. જેમાં અગાઉ વરસાદ અને વીજળીના કડાકા ભડકાથી ટીસીમાં નુકશાન થવાથી એકએક વોલ્ટેજ વધી જતાં ઉપકરણો બળી ગયાની અને હવે ઉપકરણો ચાલુ ન કરી શકતા હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબીના દરબારગઢ, દેરાસર વિસ્તાર અને ખત્રીવાડ સહિતના વિસ્તારના લોકોએ વિજતંત્રને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગત તા.5ના રોજ વરસાદ તેમજ ભારે વીજળીના કડાકા ભડકા થતા દરબારગઢમાં આવેલ ટીસીને નુકસાન થવાથી એકાએક વોલ્ટેજ વધી ગયો છે. જેમાં આ ટીસીમાં 270થી પણ ઉપર હાઈ વોલેટજ વધી ગયો હોવાથી ત્યારે અમુક ઘરોમાં ટીવી, ફ્રીજ. વોશિંગ મશીન બળી ગયા હતા. આટલા બધા હેવી વોલ્ટેજને કારણે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા ઘરના રોજિંદા વપરાશના ઇલોકટ્રોનિક સાધનો ચાલુ ન થાય. જો ચાલુ કરીએ તો આ સાધનોમાં હેવી વોલ્ટેજથી ભડાકા થાય અને બળી જાય છે. જો કે વીજ તંત્રના એક કર્મચારી આવીને ચેક કરી ગયા પણ સમસ્યા બહુ ગંભીર હોવાનું જણાવી આ ફોલ્ટ ક્યારે રીપેર થશે એ નક્કી નથી તેવું કહીને જતા રહ્યા. જો કે એ ઘરમાં માતા-પુત્ર રહે છે. માતા બીમાર હોય કપડાં ધોવા માટે વોશિંગ મશીન ચાલુ કરવું પડે પણ બળી જવાની બીકે ચાલુ કરી શકતા નથી. આ રીતે ઘણી મહિલાઓને રોજિંદા કામમાં મુશ્કેલી પડતી હોય તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.