સરદાર બાગ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં ફસાતા વાહન ચાલકો મોરબી : મોરબીમાં ઠેરઠેર ઢાંકણા વગરની ખુલ્લી ભુગર્ભ ગટરો અકસ્માતનું નિમંત્રણ આપતી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.જ્યારે મોરબીના સરદાર બાગ પાસે આવેલી આવી ખુલ્લી ગટરોમાં અકસ્માતનું જોખમ ઉભું થયું છે અને આ ગટરમાં અવાર નવાર વાહન ચાલકો ફસાઈ છે. મોરબીમાં પાલિકા તંત્રની અક્ષમ્ય બેડરકારીની ચાંડી ખાતી ખુલ્લી ભૂગર્ભ ગટરો ઠેક ઠેકાણે આવેલી છે.ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરોના ઢાંકણા એક યા બીજી રીતે નીકળી ગયાં છે અને ગટરોના ઢાંકણા ટીતી ગયા છે અથવા યો કોઈ ચોરી કરી ગયું છે.જોકે આ બાબતે કોઈ તપાસ થતી નથી.બીજીતરફ ઢાંકણા નીકળી જવાથી ભુર્ગભ ગટરો એકદમ ખુલ્લી થઈ ગઈ છે.મોટાભાગે આ ખુલ્લી ગટરો જાહેર રોડ પર હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસે બે ખુલ્લી ગટરો આવેલી છે.રોડના વણાંકમાં જ હોવાથી અનેક વાહન ચાલકો આ ખુલ્લી ગટરમાં ફસાઈ છે.તેથી તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news