મોરબી : મોરબીના શક્ત શનાળામાં શક્તિ પ્લોટ વિસ્તારમાં અંદાજે એક મહિના પૂર્વે નવો રોડ બનાવવામાં આવ્યો છે. અહીં રોડની બન્ને બાજુ જોખમી કડ છે. હજુ સુધી રોડની બન્ને બાજુ ભરતીનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે રાત્રીના સમયે અકસ્માત સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે.તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.