મોરબી મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર હુમલા કેસમાં ફરિયાદ નોંધાઇ મોરબી : બે દિવસ પૂર્વે જીઆઇડીસી વિસ્તારમાં મહિલા કાઉન્સિલર ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં ફરિયાદ નોંધાઇ છે આરોપીઓએ પોતાના કાકાની દીકરી સાથે ભોગ બનેલા યુવકના ફઈના દીકરાએ પ્રેમલગ્ન કર્યા હોય આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબીના મહિલા કાઉન્સિલરના પુત્ર હિરેનભાઇ પરબતભાઇ કરોતરા ઉપર વિશાલભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા રહે રાજપર રોડ ધરમનગર નગર સોસાયટી મોરબી તથા અજાણ્યા ચાર માણસોએ ફરિયાદી હિરેનભાઈના ફઇના પુત્રએ આરોપીઓના કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેનો ખાર રાખી બે દિવસ પૂર્વે છરી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે વિશાલભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા તથા અજાણ્યા ચાર માણસો સામે આઇ.પી.સી. કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.