જન્મ-મરણના દાખલામાં નામની ભૂલથી લોકોને મુશ્કેલી પડવાની ભીતિ, ચીફ ઓફિસરને સોફ્ટવેરની ક્ષતિ સુધારવા લેખિત રજૂઆતટંકારા (મોરબી અપડેટ) : ટંકારા નગરપાલિકામાં જન્મ અને મરણ નોંધણીના સોફ્ટવેરમાં મોટી ખામી સામે આવી છે. CRS સોફ્ટવેર ડેટાબેઝમાં ટંકારાના નામના સ્પેલિંગમાં ભૂલ થતાં, જન્મ-મરણના પ્રમાણપત્રોમાં 'ટંકારા'ના બદલે 'ટંકરા' છપાઈને આવી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં લોકોને આધારભૂત પુરાવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા ઊભી થઈ છે.આ અંગે વાઘગઢ ગામના રહેવાસી બાબુલાલ એલ. સીણોજીયાએ ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે જન્મ અને મરણના પ્રમાણપત્રો અત્યંત જરૂરી અને આધારભૂત દસ્તાવેજ છે. CRS પોર્ટલ મુજબ, માતા-પિતાના કાયમી સરનામામાં ગામ કે તાલુકાના નામમાં 'ટંકારા' ની જગ્યાએ 'ટંકરા' લખાઈને આવે છે. ટંકારાનું સરનામું હોય તેવા તમામ જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં આ સમાન ભૂલ જોવા મળી રહી છે.જન્મ અને મરણનો દાખલો દરેક જગ્યાએ જરૂરી હોવાથી, આ ભૂલવાળા પ્રમાણપત્રોના કારણે આવનારા સમયમાં લોકોને સરકારી કે અન્ય કામકાજમાં મોટી હાલાકી ભોગવવી પડી શકે છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને, સોફ્ટવેરની આ ક્ષતિ તાત્કાલિક ધોરણે સુધારીને લોકોને ઝડપથી સાચા અને ભૂલરહિત પ્રમાણપત્રો મળે તેવી સત્વરે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #Tankara #MorbiNews #TankaraNagarpalika #CRSSoftware #BirthCertificate #DeathCertificate #PublicIssue #GujaratNews