સામાન્ય અભ્યાસ કરેલા માતા-પિતાની પુત્રીએ કપરી કસોટી પાસ કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું ટંકારા : ટંકારાના જબલપુર ગામે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી આદિવાસી બાળકી એ જવાહર નવોદય વિદ્યાલયની કપરી કસોટી પાસ કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સગવડના ખડકલા તળે મસમોટી ફી ઉઘરાવતી ખાનગી શાળાની સુવિધા સામે સરકારી શાળામાં ભણતર કરતી આ ભુલકા પર ચૌતરફથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાના પરીણામમાં ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા અને મૂળ દાહોદના કાનપુર ગામની વતની ડામોર યોગેશ્વરી ઉત્તીર્ણ જાહેર થઈ છે. કઠિન ગણાતી આ પરીક્ષા પાસ કરી તેણે શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. યોગેશ્વરીના પિતા કમલેશભાઈ ખેતરમાં વાવવા માટે, રોજીરોટી માટે માદરે વતન છોડી જબલપુર ખાતે રહે છે અને તેને સંતાનમાં એક જ દિકરી છે, જેને અક્ષરજ્ઞાન અપાવવા જબલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે પ્રવેશ અપાવ્યો હતો. ડામોર યોગેશ્વરીના માતા નિશાબેન ધોરણ 10 સુધી ભણેલા છે અને પિતા મેટ્રીક પાસ છે. જેથી, તેઓ અભ્યાસની ભુખને ભલીભાતી જાણે છે. ત્યારે સમાજને ઉતમ ઉદાહરણ રૂપ ડામોર યોગેશ્વરી એ ધોરણ 6 કક્ષાએ પ્રવેશ મેળવવા જવાહર નવોદય વિદ્યાલયની સીલેકશન પરીક્ષા પાસ કરતા શાળા, પરિવાર અને ગામ આખામાં ખુશીની લહેર છવાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..