મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર પોતાની લાપતા થયેલ દીકરીને શોધવા ગયેલા વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાનનું બાઈક ગાળા નજીક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા હેમંતભાઈ તળશીભાઈ વિજવાળીયા ઉ.45 ની પુત્રી ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા દીકરીને શોધવા માટે હેમંતભાઈ પોતાનું બાઈક લઈને માળીયા મિયાણા તરફથી પરત આવતા હતા ત્યારે ગાળા નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા હેમંતભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.