આરોગ્ય રક્ષા પોટલીને ખિસ્સામાં રાખવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે મોરબી : પતંજલિ યોગ, આરોગ્ય ભારતી, વૈદિક યજ્ઞ, અને મોરબી સ્વચ્છતા અભિયાન જેવી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંજયભાઈ રાજપરા (વકીલ) કે જેઓ તાજેતરમાં મોરબી એવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી પામ્યા છે. તેઓએ તેમની ઓફિસે આવતા અસીલોને આરોગ્ય રક્ષા પોટલી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. પિતાના આ અભિયાનને પગલે સરસવતી શિશુમંદિરમાં અભ્યાસ કરતા તેમના પુત્ર શિવ રાજપરાએ તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તથા અભ્યાસ કરાવતા દીદી તેમજ આચાર્યશ્રીને આરોગ્ય રક્ષા પોટલી આપી પ્રેરણાદાયી કાર્ય કયુઁ છે. જેને શિશુમંદિર શાળા પરિવારએ આવકાયુઁ છે. આ આરોગ્ય રક્ષા પોટલીને ખિસ્સામાં રાખવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આ તકે સંજયભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ અને બીજા વાઇરસનો તાત્કાલિક નાશ કરવાનો ઉપચાર આયુર્વેદની સુશ્રુત સંહિતામાં મહર્ષિ સુશ્રુતે હજારો વર્ષો પહેલાં એક ધુપથી બતાવેલ છે. તે મુજબ ગુગળ, અગુરૂ, રાળ, ગોડાવજ, સરસવ, સિંધાલૂણ, કડવા લીમડાના પાન અને શુધ્ધ ગાયનું ધી સરખા ભાગે મિક્સ કરીને હોળીમાં હોમવામાં આવે તો આખા ગામ કે સોસાયટીમાં તમામ પ્રકારના વાઇરસ ઇન્ફેક્શન નાશ પામે છે. આથી સૌએ સાથે મળીને હોળી દહનમાં એક સાથેઆ ધૂપની આહૂતિ આપી કોરોના વાઈરસનાં ભયનો નાશ કરવાનું કાયઁ કરવાનું લોકોને આહવાન કર્યું છે.