હસનપર ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયોવાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બંધ પડેલા ટ્રક પાછળ ભટકાઈ જતા નવી રાતીદેવળી ગામે રહેતા બાઈક ચાલક પિતા-પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આ અકસ્માતના મૃતકના પત્નીને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ નજીક બંધ પડેલા જીજે - 36 - વી - 2233 નંબરના ટ્રક પાછળ બાઈક ઘુસી જતા નવી રાતીદેવળી ગામના મયુરભાઈ રમેશભાઈ પરબતાની ઉ.24 અને તેમની પુત્રી પ્રીતિ ઉ.5 ને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં મયુરભાઈના પત્ની ભાવનાબેનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ ગાંડુભાઈ પરબતાનીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.