છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇવાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા છ આરોપીઓએ પિતા, પુત્ર અને પુત્રી ઉપર હુમલો કરી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે ઇજા પહોંચાડતા બનાવ અંગે છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા વૈશાલીબેન મહેશભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ઘર પાસે ગાળો બોલી રહેલા આરોપી મહેશભાઈ મનુભાઈ સોલંકી અને મનુભાઈ નથુભાઈ સોલંકીને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.બાદમાં ફરિયાદી વચ્ચે છોડાવવા જતા આરોપી (1) મહેશભાઇ મનુભાઇ સોલંકી (2) મનુભાઇ નથુભાઇ સોલંકી (3) પ્રકાશભાઇ મનુભાઇ સોલંકી (4) અમ્રુતભાઇ નથુભાઇ સોલંકી (5) જયાબેન મનુભાઇ સોલંકી અને (6) શીતલબેન મનુભાઇ સોલંકીએ ઢીકા પાટુ અને લાકડી વડે માર મારી ફરિયાદી, તેમના પિતા અરવિંદભાઈ અને ભાઈ જીતેશને માર મારતા તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.