વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખેતર વેચવાની વાત કરતા પુત્રને પિતાએ ઉશ્કેરાઇ જઇને પગના ભાગે પથ્થરનું બેલુ ફટકારી દેતા પુત્રને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં આ બનાવની નોંધ તાલુકા પોલીસે કરી તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માટેલ ગામે રહેતા 25 વર્ષીય મનસુખભાઇ અવચરભાઈ બાવરવાએ તેના પિતા અવચરભાઇ જગાભાઇ બાવરવાને વડીલોપાર્જિત જમીન (ખેતર) વેચવા માંગતા હોય તેવી વાત કરતા પિતાએ ખેતર વેચવાની ના પાડતા ઉશ્કેરાટમાં પથ્થરનું બેલું પગના ભાગે મારી દેતા મનસુખભાઈને ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. જેથી, તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં મનસુખભાઈએ તેના પિતા અવચરભાઈ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.