મોરબી : મોરબી શહેરના રૂષભનગર વિસ્તારમાં રહેતા પિતાપુત્ર માનસિક બીમાર હોય ઘેરથી ગાંધીનગર જવાનું કહી બે દિવસથી પરત ઘેર ન આવતા લાપતા બનેલા બન્ને પિતાપુત્ર અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઋષભનગર 1 મા રહેતા હિતેશભાઈ કિશોરભાઈ ત્રિવેદી ઉ.64 અને તેમના પુત્ર ચિરાગભાઈ હિતેશભાઈ ત્રિવેદી ઉ.34 માનસિક બીમાર હોય ગાંધીનગર દવા લેવાનું જવાનું કહી નીકળ્યા બાદ લાપતા બની જતા તેમના પુત્ર મિતેનભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.