ગાંધીનગર થી સુસવાવ માતાજીના દર્શન કરવા આવતી વેળાએ સર્જાઈ દુર્ઘટના હળવદ : હળવદ હાઇ-વે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાનાં રસ્તા નજીક ગાંધીનગરથી બાઈક લઈ હળવદના સુસવાવ ગામે આવી રહેલ પિતા-પુત્રનું જેસીબી અડફેટે કરુંણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી જેસીબી ચાલક ફરાર થઈ ગયો છે. મુળ હળવદ તાલુકાના સુસવાવ ગામના અને હાલ મજૂરી કામ માટે ગાંધીનગર રહેતા કાળાભાઈ સવાભાઈ વાંઝા ઉંમર વર્ષ 54 અને તેમનો દીકરો વિજયભાઈ કાળાભાઈ વાંઝા ઉંમર વર્ષ 41 ગઈકાલે રવિવારે મોડી સાંજે ગાંધીનગરથી હળવદના સુસવાવ ગામે તેમના કુળદેવી માતાજીના દર્શન કરવા બાઈક પર આવી રહ્યા હતાં ત્યારે હળવદ હાઇ-વે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાના રોડ પાસે જેસીબી ચાલકે અડફેટે લેતા બંને પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે અકસ્માત વધુ ગંભીર હોય બંને પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.