મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગુંદાખડાના રહેવાસી બન્ને ઇસમોને ડિટેઇન કરી એકને ભાવનગર અને બીજાને જૂનાગઢ જેલ હવાલે કર્યામોરબી : મોરબી જિલ્લામાં વિદેશી દારૂ વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને ઝેર કરવા પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ગુંદાખડા ગામના રહેવાસી પિતાપુત્ર વિરુદ્ધ વિદેશી દારૂ વેચાણ મામલે પાસા દરખાસ્ત તૈયાર કરતા આ દરખાસ્તને મંજૂરી મળતા મોરબી ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીઓની ધરપકડ કરી એકને ભાવનગર અને બીજાને જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા આરોપી નાથાભાઇ હરજીભાઈ વાજા ઉ.50 અને આરોપી અશ્વિન નાથાભાઇ વાજા વારંવાર વિદેશી દારૂ વેચાણ મામલે પોલીસ ચોપડે ચડી ચુક્યા હોય વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત જેલ હવાલે કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મોકલી હતી. પાસા દરખાસ્તને મંજૂરી મળતા મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાંકાનેરના ગુંદાખડા ગામેથી આરોપીઓને ઝડપી લઈ એકને જૂનાગઢ અને બીજાને ભાવનગર જેલ હવાલે મોકલી આપ્યા હતા.