વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા સુખાભાઈ જેસિંગભાઈ બાવળિયા ઉ.31 પોતાના પુત્ર હાર્દિક ઉ.11ની તબિયત ખરાબ હોવાથી જીજે - 36 - એએ - 4799 નંબરનું મોટર સાયકલ લઈ કોઠી રોડ પર આવેલ સરકારી દવાખાને દવા લેવા જતા હતા ત્યારે મહિકા ગામના કબ્રસ્તાન પાસે જીજે - 03 - સીયું - 5024 નંબરના આઇસર ચાલકે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં પિતા પુત્રને ઇજાઓ પહોચી હતી.બનાવ અંગે સુખાભાઈની ફરિયાદના આધારે પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.