મત ન આપ્યાનો ખાર રાખી પાંચ ઈસમોએ હુમલો કરતા ફરિયાદહળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીમાં મત ન આપ્યાનો ખાર રાખી પાંચ ઇસમોએ પિતા - પુત્ર સાથે ઝઘડો કરી લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરિસંગભાઈ ટાપરિયાએ આરોપી (1) બટુકભાઇ કશુભાઇ ટાપરીયા (2) મહેશભાઇ બટુકભાઇ ટાપરીયા (3) ઘનશ્યામદાન અંબાદાન ટાપરીયા (4) જશકરણભાઇ બટુકભાઇ ટાપરીયા અને (5) રવિદાન વિષ્ણુદાન રહે.તમામ ચાડધ્રા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ગત સરપંચની ચૂંટણીમાં તેમના પક્ષે મત ન આપ્યાનો ખાર રાખી પુત્ર રવીદાન તેમજ પોતની સાથે ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ઘટના અંગે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.