છોટા ઉદેપુર જિલ્લાના વતની ખેતમજૂર વાડી નજીક તળાવમાં ન્હાવા જતા બનેલી ઘટનાહળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં ખેતમજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની પરિવારના પિતા પુત્રી વાડીની નજીકમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા બાદ ડૂબી જતાં બન્નેના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઇ શિવાભાઈ લોરીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના ચીમલી ગામના વતની સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા ઉ.41 અને તેમની પુત્રી ક્રિષ્ના સંજયભાઈ રાઠવા ઉ.3 ગત તા.29ના રોજ વાડીની નજીકમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા બાદ ડૂબી જતાં બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.પિતા પુત્રીના એક સાથે મૃત્યુથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનવા અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.