ટ્રકમાં પીસ્ટન તૂટી જતા રીપેરીંગ કામ બાદ લોખંડનું પાનુ ટ્રક નીચે પડ્યું રહેતા પાનાએ જીવ લીધોવાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં ટ્રક લોડિંગ કરવા આવેલ રાજસ્થાનનો વતની ટ્રક ચાલક પોતાના ટ્રકમાં રીપેરીંગ બાદ એક લોખંડનું પાનુ ટ્રક નીચે પડ્યું રહેતા ટ્રક ચાલુ રાખી પાનુ લેવા નીચે ઉતરતા ટ્રક અચાનક પાછો રળવા લાગતા ટ્રકનું ટાયર ફરી વળતા ટ્રક ચાલકનું પોતાની જ ગંભીર લાપરવાહીને કારણે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.24ના રોજ રાત્રીના સમયે સરતાનપર રોડ પર આવેલ રિચ સિરામિક ફેકટરીમાં આરજે - 50 - જીબી - 1836 નંબરનો ટ્રક લોડિંગ કરવા આવેલ દિલીપભાઈ કાલુરામ પવાર ઉ.19 રહે.વારની ગામ, મંદસૌર, રાજસ્થાન વાળો પોતાનો ટ્રક લોડિંગ કરાવતો હતો ત્યારે ટ્રકનો પીસ્ટન તૂટી જતા કારીગરને બોલાવી ટ્રક રીપેર કરાવ્યો હતો.જે બાદ ટ્રક રીપેર થયા બાદ એક લોખંડનું પાનુ ટ્રક નીચે પડ્યું રહ્યું હોય ટ્રકમાં એર ભરવા માટે ટ્રક ચાલુ રાખી દિલીપભાઈ ટ્રક નીચે પાનુ લેવા જતા આ સમયે ટ્રક અચાનક રળવા લાગતા ટ્રકનું તોતિંગ વ્હિલ દિલીપભાઈ પર ફરી વળતા મૃત્યું નીપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.