વવાણીયાના માલધારી સમાજની મામલતદારને રજૂઆત માળીયા (મી.) : માળિયા તાલુકાના વવાણીયા ગામમા ગૌચરની જમીનને ખેડાતી અટકાવવા બાબતે ગુજરાત પ્રદેશ માલધારી સેના આઇ.ટી.ના ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતર તેમજ જાગૃત નાગરિકો સનાભાઇ ભરવાડ, રાજુભાઈ ભરવાડ, વિરમભાઇ ભરવાડ, વાલાભાઈ ભરવાડ અને નાગજીભાઇ ભરવાડ દ્વારા માળિયા (મી.)ના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે વવાણીયા ગામમા ગૌચરની જમીન ખેડીને વાવેતર કરવામાં આવે છે. ગયા વર્ષે તે લોકોને જાણ કરવા છતા આ વર્ષે જમીનમાં વાવવા માટે તૈયાર કરેલ છે. જો આમ જ ગૌચરની જમીન ખેડાતી જાશે તો બધી જ ગાયો રસ્તા પર રખડતી થઈ જાશે. માટે આ વિષય પર જલ્દીથી નિરાકરણ આવે અને જમીન ખુલ્લી કરાવવામાં આવે તેવી માલધારી સમાજે માંગ ઉઠાવી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..