ટંકારા : ટંકારા પંથકમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે પણ ટંકારા પંથકમાં વરસાદનું આગમન થયું હતું. આજે ટંકારાના હરબટીયાળી, હરીપર અને ભૂતકોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.એક તરફ ખેડૂતોનો પાક તૈયાર થવા આવ્યો છે ત્યારે ઝાપટા સ્વરૂપે દરરોજ પડી રહેલા આ વરસાદથી ખેતી પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને જાણે કોળિયો મોઢે આવીને છીનવાઈ રહ્યો હોય તેવી ભીતિ દેખાઈ રહી છે. તલ, મગફળી અને કઠોળ સહિતના પાકમાં નુકસાન થયું હોવાનું ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ સંઘાણીએ જણાવ્યું છે.