મોરબી: વર્તમાન સમયમાં જ્યારે ખેતી ખર્ચાળ બની રહી છે અને જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ત્યારે ‘પ્રાકૃતિક ખેતી’ પ્રકૃતિના જતન અને ખેડૂતોની સમૃદ્ધિ માટેનો સાચો માર્ગ સાબિત થઈ રહી છે. મોંઘા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકો વિના પણ મબલખ પાક મેળવી શકાય છે તેવું વિજ્ઞાન હવે ખેડૂતો સ્વીકારી રહ્યા છે.પ્રાકૃતિક ખેતી: જંગલ જેવી સહજ વ્યવસ્થાજે રીતે જંગલના ઘટાદાર વૃક્ષોને કોઈ યુરિયા કે ડી.એ.પી. આપવા જતું નથી, તેમ છતાં ત્યાં મીઠા ફળો મળે છે, એ જ સિદ્ધાંત હવે ખેતરોમાં અમલી બન્યો છે. કુદરતી રીતે હવા, પાણી અને સૂર્યપ્રકાશ દ્વારા પાકને જરૂરી 98 ટકા તત્વો મફત મળે છે. આ વ્યવસ્થાને જ ‘પ્રાકૃતિક ખેતી’ કહેવામાં આવે છે.દેશી ગાય: ખેતીનો મજબૂત આધારપ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું મહત્વ સૌથી વધુ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. માત્ર એક ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા 30 એકર સુધીની ખેતીને પોષણ પૂરું પાડી શકાય છે.ખર્ચ શૂન્ય, આવક બમણીઆ પદ્ધતિનો મુખ્ય નારો છે: “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં.” મુખ્ય પાક સાથે અન્ય પાક ઉગાડવાથી ખેતીનો ખર્ચ નીકળી જાય છે અને મુખ્ય પાક ‘બોનસ’ સમાન બની રહે છે. આ ઉપરાંત જમીનમાં છુપાયેલા પોષક તત્વોને ઉપર લાવવાનું કામ દેશી અળસિયા કરે છે, જે જમીનને જીવંત બનાવે છે.વિજ્ઞાન અને પ્રકૃતિનું તાદાત્મ્યવનસ્પતિનું લીલું પાન એ ખોરાક બનાવવાનું કુદરતી કારખાનું છે. જ્યારે 98% તત્વો કુદરત મફત આપે છે, ત્યારે મોંઘા કેમિકલ્સની જરૂરિયાત રહેતી નથી. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનમાં ‘વાપ્સા’ અને ‘હ્યુમસ’નું નિર્માણ થાય છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધારે છે. ત્યારે આપણે સૌ રાસાયણિક મુક્ત ખેતી અપનાવીએ, જમીનનું સ્વાસ્થ્ય સુધારીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ સ્વાસ્થ્ય અને અર્થોપાર્જન તરફ આગળ વધીએ.