મોરબી જિલ્લાના ખેડૂતોને ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરવા અનુરોધ મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની ખરીદી માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે થતાં ખેતી ખર્ચ (યુનિટ કોસ્ટ) રૂ. ૫૦,૦૦૦ પ્રતિ હેકટરને ધ્યાને લઇ ૪૦% અથવા મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર અને મહત્તમ ખાતાદીઠ બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૬૬ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..