ટંકારાના ધુનડા નજીકનું પાંચ વર્ષથી ધુળ ખાતુ સબસ્ટેશન પણ આવતા મહિને શરૂ થશે ટંકારા : લોડ શેડિંગના નામે આડકતરા વીજકાપથી રોષે ભરાયેલા ટંકારાના ખેડૂતો રાજકીય અગ્રણી સાથે જીઇબી કચેરીએ હલ્લા બોલ મચાવ્યા બાદ વીજ કંપનીના અધિકારીઓએ ઝટકે, કટકે ને બદલે સળંગ વીજળી આપવાની ખાતરી આપતા વિફરેલા ખેડૂતોનો રોષ હલતુર્ત શાંત પડ્યો છે. દેશના વીજ ઉત્પાદન મથકોએ કોલસાની અછત વચ્ચે ખેડૂતો ઉપર આડકતરો વીજ કાપ લાદી વીજ કંપની દ્વારા કટકે, કટકે ઝટકા મારતી વીજળી સપ્લાય કરવામાં આવતા જગતતાતના તાતને ભાણે આવેલ કોળિયો ઝુટવાઈ જાય તેવી દહેશત ઉભી થતા બે અઠવાડિયાથી ત્રસ્ત ખેડુતો ખેતરેથી સીધા જ વીજ કચેરીએ પહોંચી જતા મામલો બિચક્યો હતો. જો કે, રજુઆતના અંતે ભારે ગરમાવો પકડી લેતા જીઈબી કચેરી મોરબીના બાવરવા અને રાજકોટથી ડોબરીયાને ટંકારા આવવાની ફરજ પડી હતી. અધિકારીએ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને આગેવાનો અને ખેડુતોએ લાઇટની આવક જાવકથી થઈ રહેલા નુકશાની અંગે રોષ ભેર આક્રોશ ઠાલવતા અધિકારીઓ દ્વારા તમામ માંગણી સાંભળી તેની નિરાકરણની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઓણ સાલ શરૂઆતમાં વરસાદી ધટ અને બાદમાં ભાદરવે ભરપુર બાદ આસો માસે વિજ કંપની દ્વારા ડાંડાઈથી અન્ન માલિક કંટાળી ગયા છે અને હાલે વીજ પુરવઠો પુર્વરત થતા ખેડૂતો ખેતીકામમાં પરોવાઈ ગયા છે. મજાની વાત તો એ છે કે છેલ્લા પાંચ વર્ષથી ઘુનડા નજીક ધૂળ ખાઈ રહેલ સબસ્ટેશન પણ આવતા મહિને શરૂ થશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ હૈયા ધારણા આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..