બેઠકમાં ખેડૂતોને સમગ્ર પ્રક્રિયા સમાજાવાશે : ખેડૂતોને સહયોગ આપવા તંત્રની અપીલમોરબી અપડેટ : મોરબી જિલ્લાના ખેડૂતોને આજે 25/9/2026 ના રોજ MRC કમિટીની મીટિંગ માટે કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે. આ મીટિંગ અને હિયરિંગ દરમિયાન ખેડૂતોને વિવિધ પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવશે. તેવું કલેકટર તંત્રએ જાહેર કર્યું છે.કલેક્ટર તંત્ર દ્વારા જણાવાયું છે કે, આ હિયરિંગમાં ખેડૂતોને સમજાવવામાં આવશે કે તેઓ પોતાના પ્રતિનિધિની નિમણુંક કઈ રીતે કરી શકે છે. આ ઉપરાંત, વેલ્યુઅરની નિમણુંક કરવાની પ્રક્રિયા અને આખી કામગીરી કઈ રીતે પૂર્ણ થશે તેની પણ માહિતી અપાશે. જો કોઈ ખેડૂત આ હિયરિંગ દરમિયાન બહારગામ હોય અથવા તો કોઈ અન્ય કારણસર કચેરીએ ઉપસ્થિત રહી શકે તેમ ન હોય, તો તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા ખેડૂતોને તેમની અનુકૂળતા મુજબની બીજી તારીખ પણ ફાળવવામાં આવશે જેથી આખી પ્રક્રિયા સારી રીતે પૂરી થઈ શકે.તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરવામાં આવી છે કે આવતીકાલે કલેક્ટર ઓફિસમાં તેમના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં તેઓ સારો સહયોગ આપે. ખેડૂતોના સહકારથી આ આખી પ્રક્રિયાને સરળતાથી અને સારી રીતે પૂર્ણ કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiCollector #MorbiFarmers #MRCCommittee #GujaratNews #MorbiNews