નોટિસ મોરબીની આપી માળિયા બોલાવાયા અને માત્ર ૨૪ કલાકથી પણ ઓછો સમય અપાતા ખેડૂતોમાં ભારે રોષમોરબી અપડેટ : માળિયા મીંયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે વીજ લાઇન અને થાંભલાના વળતર સંદર્ભે યોજાયેલી બેઠક દરમિયાન ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નાની બરાર અને ભાવપર સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.ખેડૂતોના જણાવ્યા અનુસાર, વીજ પોલ અને તાર નાખવાની કામગીરી સંદર્ભે વળતરનો બજાર ભાવ નક્કી કરવા એમઆરસી (MRC) કમિટીની બેઠક માટે કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે, નોટિસમાં સુનાવણી માટે મોરબી મુકામે કલેક્ટર સમક્ષ હાજર રહેવાનો ઉલ્લેખ હતો, પરંતુ અચાનક સ્થળ બદલીને માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે એસડીએમ અને મામલતદાર દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો હતો કે નિયમ મુજબ સમગ્ર પ્રક્રિયા કલેક્ટરે કરવાની હોય ત્યારે સ્થાનિક અધિકારીઓને શા માટે જવાબદારી સોંપવામાં આવી? તેમજ 7/4 નો પરિપત્ર યોગ્ય ન હોવા છતાં આ કમિટી શા માટે બેસાડવામાં આવી છે?આ ઉપરાંત, નાની બરાર સહિતના ગ્રામજનોને સુનાવણી માટેની નોટિસ ગઈકાલે સાંજે જ પાઠવવામાં આવી હતી. ૨૪ કલાક કરતાં પણ ઓછો સમય મળતાં ખેડૂતો પોતાનો પક્ષ કે વાંધા યોગ્ય રીતે રજૂ કરી શકે તેમ ન હોવાથી આ સીધો અન્યાય હોવાનો આક્ષેપ કરાયો હતો. બંધ બારણે નિર્ણય લેવા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો રોષ ઠાલવી ખેડૂતોએ માંગ કરી હતી કે ખુદ કલેક્ટરે રૂબરૂ હાજર રહીને ખેડૂતોની રજૂઆતો સાંભળવી જોઈએ.#Morbi #MaliyaMiyana #FarmersProtest #ReliancePowerLine #FarmerIssues #MorbiNews #MorbiUpdate