અગાઉ અનેક જગ્યાએ આવેદન આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે અસરગ્રસ્ત ખેડૂતોએ ભાજપ પ્રમુખ સમક્ષ વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર અપાવવા આશા વ્યક્ત કરીમોરબી અપડેટ : મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે 27 (NH 27) બાયપાસ માટે આસપાસના ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ જમીન સંપાદનમાં અસરગ્રસ્ત થતા તમામ ગામોના ખેડૂતોએ આજે તારીખ 27/08/2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રજકોટીયાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન હેઠળ જતી તેમની જમીનોના બદલામાં તેમને વર્તમાન બજાર કિંમતના 4 ગણું વળતર ચૂકવવામાં આવે. આ બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરવા માટે ખેડૂતોએ ભાજપ પ્રમુખને અપીલ કરી છે.અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અગાઉ તેઓએ આ મુદ્દે તમામ સંબંધિત કચેરીઓ અને સત્તાધીશોને આવેદનપત્ર આપ્યા છે. પરંતુ આજ દિન સુધી તેમની વ્યાજબી માંગણીઓનું કોઈ જ નિવારણ આવ્યું નથી. ચારે તરફથી યોગ્ય ઉકેલ ન મળતા ખેડૂતોને હવે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર વિશ્વાસ છે કે તેઓ ખેડૂતોના હિતમાં સરકારમાં યોગ્ય રજૂઆત કરીને તેમને ન્યાય અપાવશે. ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ તેમના હક્ક માટે ચોક્કસથી કોઈ હકારાત્મક પગલાં લેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #NH27 #MorbiBypass #FarmersProtest #LandAcquisition #GujaratFarmers #MorbiBJP