મોરબી : આજરોજ મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મોરબી જીલ્લામાં જે અતિવૃષ્ટીની સ્થિતિ ઉદભવેલ છે અને સરકાર પાસે લીલો દુષ્કાળ જાહેર કરવા માટે રજુઆતો કરવા છતાં કોઈ નિર્ણય ના કરતા માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે ખેડૂતો દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સરકાર જો આઠ દિવસમાં નિર્ણય નહી કરે તો આંદોલનને ઉગ્ર આંદોલન બનવાનું નક્કી પણ કરાયું હતું. મોરબી અને માળીયા તાલુકામાં આ વર્ષે લીલા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો હોય ખેડૂતોના વાવેતર ઉપર પાણી ફરી વળતા 45થી વધુ ગામના સરપંચો દ્વારા સતત રજૂઆતો થઈ રહી છે છતાં પણ સરકાર ધ્યાન આપતી ન હોય આજે મોરબીમાં કિસાન કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ ડી. બાવરવા, ભાવેશભાઈ સાવરિયા અને કુલદીપસિંહ જાડેજાના વડપણ હેઠળ યોજાયેલ આ પ્રતીક ઘરણામા કિશાન આગેવાન જે.કે પટેલ, ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા , ભરતભાઈ કરેણ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીલાલ જે પટેલ, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબીયા, માળિયા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ ઝેડા, માળિયા નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ , રાણાભાઇ ડાંગર, ડો.લખમણભાઈ કંઝારીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ પ્રમુ અમુભાઈ હુંબલ, મોરબી જીલ્લા ઓબીસી કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ જારીયા, કિશોરભાઈ બોપાલિયા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, સતીશ મેરજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, સંદીપ કાલરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી મનોજ પનારા, ટંકારા વિધાનસભાના પ્રભારી સ્નેહલતાબેન, દરેક ગામના સરપંચો, તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276