ગાંધીનગર સુધીની રેલીની મંજૂરી જ ન મળી હોવાનું ખુલ્યું : કોંગ્રેસે ઓગણજમાં સભાનું આયોજન કરતા આપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયાવાત ગાંધીનગર જવાની હતી, પણ કોંગ્રેસે તો અન્ય જગ્યાએ સભા ગોઠવી : ખેડૂતો પણ દ્વિધામાં મુકાયામોરબી : વીજલાઈનના વળતરના વિરોધના જેતપરથી શરૂ થયેલ ખેડૂતોના વિરોધે આજે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોએ ટ્રેકટર લઈને આજે ગાંધીનગર કુચ કરી છે. સવારે ખેડૂતોએ અમદાવાદની શાંતીપુરા ચોકડી ખાતે પડાવ નાખ્યો હતો. ત્યાથી આ રેલી ગાંધીનગર જવાની હતી. જો કે હવે ગાંધીનગર સુધીની રેલીની મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે ઓગણજમા સભાનું આયોજન કર્યું હોવાથી આપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી અને શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર તરફ જઈ રહેલી ખેડૂતોની રેલીને ઓગણજ ગામ પાસે અટકાવી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ઓગણજ પાસે સભાનું આયોજન કરી રેલીને ત્યાં જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવતા અમુક ખેડૂતો રોષે ભરાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ ખેડૂતોને આગળ ન જવા દેવા માટે રોડ પર જેસીબી અને અન્ય વાહનો આડા રાખીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત બનીને ગાંધીનગર જવા માટે આવ્યા છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસે પોતાના રાજકીય મનસૂબા પાર પાડવા માટે ખેડૂતોની રેલીનો ઉપયોગ કર્યો છે અને તેમને ગાંધીનગર જતા અટકાવ્યા છે. આ દરમિયાન અમુક લોકો સભામાં ગયા હતા, જ્યારે બાકીના ખેડૂતો રોડ પર જ અડગ રહ્યા હતા અને આગળ જવા દેવાની માંગ કરી હતી. હાલ ત્યાં ખેડૂતોની એક જ માંગ છે કે તેમની રેલી ગાંધીનગર જવા માટે જ નીકળી હતી અને તેઓ ગાંધીનગર જઈને જ રહેશે. પોલીસ પ્રશાસન અને કોંગ્રેસ દ્વારા રેલીને અટકાવવાના પ્રયાસોના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને પોતાની યાત્રા પૂર્ણ કરવા માટે મક્કમતા દર્શાવી હતી.#MorbiUpdate #FarmersRally #Ahmedabad #Gandhinagar #GujaratNews #FarmersProtest #Ognaj #GujaratPolitics #HighwayJam