વીજ મીટરથી બિલ પોસાય એમ ન હોય હોર્સ પાવરથી બિલની માંગ ગ્રાહ્ય ન રાખતા કિશાન સંઘે મોરચો માંડ્યો મોરબી : મોરબીમાં આવતીકાલે સોમવારે એક સમાન વીજદર મામલે જિલ્લા કલેકટર કચેરીએ કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે. જો કે ખેડૂતોને વીજ મીટરથી બિલ પોસાય એમ ન હોય હોર્સ પાવરથી બિલ આપવાની માંગ ગ્રાહ્ય ન રાખતા કિશાન સંઘે મોરચો માંડ્યો છે. ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા થયેલ આયોજન મુજબ ગુજરાત ભરમા જીલ્લામથક ઉપર સમાન વિજ દર અને વિજ મીટર મરજિયાત ખેતી વાડીમા બાબતે ધરણા પ્રદર્શન આવેદનપત્ર તા,4/7/22ના તમામ જીલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતો કાર્યક્રમ આપશે. કારણ કે ખેતીવાડીમા બે પ્રકારથી વિજળી આપવામા આવે છે. એક મીટર આધારિત બીજી હોસ પાવર આધારિત. તે મીટરના વિજ બીલ ખેડૂતોને પરવડે તેમ નથી. એટલે એક સમાન વિજ દર હોવા જોઈએ એ માંગ અને બીજા ખેડૂતો પ્રશ્નોને લઈ આવતીકાલે સોમવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ધરણા કરી આવેદનપત્ર આપશે.