ખાખરેચીના ખેડૂતો દ્વારા જમીન સંપાદનમાં ઓછું વળતર અને મનમાની સામે આક્રોશ માળીયા : માળીયા મિયાણા પંથકમાં ખાનગી કંપની દ્વારા મહાકાય વિજપોલ ઉભા કરવા મનમાની કરવામાં આવી રહી હોય એ દાદાગીરી સામે આજે ખાખરેચીના ખેડૂતોએ એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. માળીયા મિયાણા તાલુકાથી વિન્ડફાર્મથી ઉત્પન્ન થતી વીજળી પરિવહન માટે મહાકાય વિજપોલ ઉભા કરવા સ્ટર્ડ લાઈટ કંપની દ્વારા મનમાની કરી ખેડૂતોને પૂરતું વળતર ન આપવાની સાથે ખેડૂતોની મંજૂરી વગર જ ખોદકામ કરવામાં આવતું હોવાથી આજે ખાખરેચી ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને કંપનીની મનમાનીનો વિરોધ કર્યો હતો. માળીયા પંથકના ખેડૂતોએ અન્ય વિસ્તારમાં ચુકવવામાં આવતા વળતર મુજબ નાણાકીય વળતર ચૂકવવા માંગ ઉઠાવી આ મામલે જિલ્લા કલેકટરને રજુઆત કરનાર હોવાનું જણાવ્યું હતું.