ટંકારા : ટંકારાના હરીપર ગામે ખેડુતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કૃષિ કાયદો પાછો ખેંચી લેવા માટે ટપાલ લખવામાં આવી છે. કેન્દ્ર સરકારે જે 3 કૃષિ વિષયક નવા કાયદા પસાર કર્યા છે. તે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે, તેવો સુર ખેડૂતોએ પત્રમાં વ્યક્ત કર્યો છે. યુવાનો અને વડીલો દિલ્હી ચાલતા આંદોલનમાં સહભાગી ન બની શક્યા, તેનો ખેદ દર્શાવી હરીપર ગામના ખેડૂતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને આ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.