હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાની વાતચીતનો ઓડિયો વાયરલ : આ ઓડિયો તેમનો નથી, FSL કરાવી લેવાની છુટ, નિલેશ એરવાડિયાની પ્રતિક્રિયાhttps://youtu.be/t45_2UwqKGQ?si=0JfFQ2dnhIcghrTLખેડૂત આંદોલનના નામે સોદાનો પ્રયાસ કે પછી આંદોલન તોડવાનું ષડયંત્ર : કોણ સાચુ, કોણ ખોટું ? ભારે આશ્ચર્ય https://youtube.com/shorts/MXZSmBgyniY?si=5IFbTy7sVR68eqf_મોરબી : મોરબીમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આજે નવો વણાંક આવ્યો છે. હકાભા ગઢવી અને ઉપવાસી નિલેશ એરવાડિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં સરકારને મળવા જવા માટે રૂ.2 કરોડમાં સોદો કરવાની ચર્ચા થઈ રહી છે. જો કે આ ઓડિયો સાચો કે ખોટો તેના ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ખેડૂત આંદોલનના નામે સોદાનો પ્રયાસ કે પછી આંદોલન તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. કોણ સાચુ, કોણ ખોટું ? ભારે આશ્ચર્ય સર્જાયું છે. આ ઓડિયોમાં નિલેશ એરવાડિયાના અવાજમાં સરકારને મળવા જવા માટે રૂ.2 કરોડની રકમ નક્કી કરવામાં આવે છે. સામે તેમાંથી રૂ.1 કરોડ પોતાના અને બીજા રૂ.1 કરોડ હકાભા ગઢવીને ઓફર કરવામાં આવે છે. સામે હકાભા ગઢવીના અવાજમાં એવું કહેવામાં આવે છે કે મારે પૈસા નથી જોતા, મારે જશ જોઈએ છે. આ વાયરલ ઓડિયોએ ખળભળાટ મચાવી દીધો છે.બીજી તરફ આ મામલે નિલેશ એરવાડિયાએ સ્પષ્ટતા કરતા હકાભાના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને તેને ખેડૂત આંદોલન તોડવાનું મોટું કાવતરું ગણાવ્યું છે. નિલેશ એરવાડિયાએ મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી અજાણ્યા ચહેરાઓ, માફિયાઓ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા અને વિખેરવા માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે.આંદોલન સમેટી લેવા માટે શરૂઆતમાં 2 થી 5 કરોડની લાલચ આપવામાં આવી હતી, જે આજે 20 થી 25 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ઓફરો ન સ્વીકારતા તેમને ટાંટિયા તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે. આજથી 5 દિવસ પહેલા તેમને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે સરકાર દ્વારા તેમનું એન્કાઉન્ટર પણ થઈ શકે છે. ગુજરાતના તમામ ખેડૂતોનું વ્યાપક સમર્થન મળી રહ્યું હોવાથી સરકાર પર દબાણ વધ્યું છે. ગઈકાલે જ સરકારમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કંઈ આપવા માંગતી ન હોવાથી આંદોલન તોડવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો.મોરબી એસપી પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ અને ભવિષ્યના ખતરાની દહેશતઆવનારા સમયમાં પોતાના પર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે તેવી દહેશત નિલેશ એરવાડિયાએ વ્યક્ત કરી છે. આ ધમકીઓને પગલે પોતાના રક્ષણ માટે તેઓ આજે બપોર પછી મોરબી એસપીને અરજી કરીને પોલીસ પ્રોટેક્શન માંગવાના છે તેમ તેમણે જણાવ્યું હતું.વાયરલ ઓડિયો અંગેનો સ્પષ્ટ ખુલાસોવાયરલ થયેલા કથિત ઓડિયોમાં 2 કરોડના સેટિંગની વાત અંગે નિલેશ એરવાડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ અવાજ તેમનો નથી અને તેઓ તેની સંપૂર્ણ જવાબદારી લ્યે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કથિત ઓડિયોની એફએસએલ તપાસ પણ કરાવી શકાય છે. તેઓ ક્યારેય કોઈ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ કરતા નથી તેમ જણાવીને તેમણે આ ઓડિયોને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો હતો.#MorbiUpdate #NileshErvadiya #KisanAndolan #ViralAudio #MorbiNews #GujaratFarmers #FarmersProtest #GujaratNewsવાયરલ કથિત ઓડિયો સાંભળવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો FACEBOOKwww.facebook.com/share/r/1BQfmjeeij/INSTAGRAMwww.instagram.com/reel/DaXDhTGydJx/?igsh=MWxiZ3EzZDM2NjBqbg==