ખેડૂત ક્રાંતિ સંગઠનના 'સત્યાગ્રહ પાર્ટ-3' અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા: પદયાત્રા કલેકટર કચેરી સુધી યોજી જિલ્લા કલેક્ટરને અપાશે આવેદનમોરબી: વીજલાઈન વળતર મામલે સરકારના નવા પરિપત્ર સામે ખેડૂતોનો વિરોધ તેજ બન્યો છે. નવો પરિપત્ર ખેડૂતોને માન્ય ન હોવાથી ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા 'સત્યાગ્રહ પાર્ટ-3' અંતર્ગત આજે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું મહેન્દ્રનગર ચોકડીથી પ્રસ્થાન થઈ ચૂક્યું છે.સવારે શરૂ થયેલી આ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી નીકળીને સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચશે. બપોરે 12:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ પદયાત્રામાં ગામે ગામથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. હાલ શાંતિપૂર્ણ રીતે પદયાત્રા આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે જેતપરમાં ખેડૂત સમિતિ દ્વારા અગાઉ ઉપવાસ આંદોલન ચલાવામાં આવ્યું હતું. ત્યારબાદ પારણા કરી આંદોલન પાર્ટ-3નું એલાન અપાયું હતું. જે અંતર્ગત બે દિવસ અલગ અલગ જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે બેઠકોનો દોર ચલાવામાં આવ્યો હતો. આજે આંદોલન પાર્ટ-3 અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મોટી સંખ્યામાં ખેડૂતોનું સમર્થન મળ્યું છે. #Morbi #MorbiNews #MorbiUpdate #KhedutSatyagraha #FarmersProtest #KhedutKrantiSangathan #GujaratFarmers