મોરબી : મોરબી જિલ્લા ખેતી વળી અધિકારીની યાદી મુજબ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને જાણ કરવામાં આવે છે કે હાલમાં ખરીફ-૨૦૧૯માં થયેલ ભારે વરસાદને કારણે ખેતીપાકોમાં નુકશાન થયેલ હોય તો આપના ગામના ગ્રામસેવક તેમજ મોરબી જિલ્લામાં નોટીફાઈડ થયેલ વિમા કંપની (યુનિવર્સલ સોમ્પો) ના નીચે મુજબના તાલુકા કક્ષા/જિલ્લા કક્ષાના પ્રતિનિધિનો સંપર્ક કરી તાત્કાલિક પાક નુકશાનની અરજી પહોંચતી કરવી. આપની અરજીમાં ખેડૂતનું નામ, સર્વેનંબર/ખાતાનંબર, વિમો લીધેલ છે તે પાકનું નામ તથા વિમા માટે કરેલ અરજી નો અરજી નંબર વગેરે દર્શાવવાનું રહેશે તથા વધુ માહિતી માટે ટોલફ્રી નંબર-૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨ પર કોલ કરવા નાયબ નિયામકશ્રી ખેતીની યાદીમાં જણાવવામાં આવેલ છે. ૧ - મોરબી - હાર્દિક જારીયા - જન સેવા કેન્દ્ર, નવા બસસ્ટેશનની બાજુમાં, સુપર માર્કેટ, મોરબી. - ૯૨૬૫૫૮૫૯૮૫ ૨ - વાંકાનેર - હિતેશ વોરા - સી.એસ.સી. સેન્ટર, એસ.પી.પાન ની ઉપર, રસાલા રોડ, વાંકાનેર.- ૯૬૩૮૯૧૭૧૯૬ ૩ - ટંકારા - મયુર ચન્દ્રવાડીયા - સરદાર કોપ્લેક્ષ, સેરીનાકા મેઈનરોડ, ટંકારા. - ૯૬૩૮૭૦૬૦૦૧ ૪ - હળવદ - ભરત ચૌહાણ - ચામુંડા કોમ્પ્યુટર, જુનીતાલુકા પંચાયત પાસે, હળવદ. - ૯૭૭૩૪૯૦૪૩૦ ૫ - માળિયા - વિરમ ગોગરા - મચ્છી પીઠ ચોકડી, પોલીસ લાઈન રોડ, માળિયા - ૬૩૫૧૧૩૫૬૮૧ ૬- મોરબી જિલ્લો - શ્રેયશભાઈ - ૨૩૦,તાલુકા સેવાસદન, લાલબાગ,મોરબી - ૭૪૦૦૪૩૪૬૦૩