મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને તેમની જમીન ચકાસણીનું મહત્વ અને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૨મી ઓગસ્ટથી ૨૭મી ઓગસ્ટ કૃષિ સપ્તાહ અંતર્ગત ક્રિભકોના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય એરવાડિયા, કૃષિ વૈજ્ઞાનીક ડૉ.જીવાણી, સરડવા તથા ક્રિભકોના એરિયા મેનેજર વસોયાએ ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ થકી ખેડૂતોએ વૈજ્ઞાનીક પદ્ધતિ દ્વારા જમીનની ફળદ્રુપતા કઈ રીતે ટકાવી રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે સંકલ્પ બદ્ધ થયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..