ચરાડવા પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતો અને ગ્રામજનોનો આક્રોશહળવદ : હળવદ પંથકમાં વીજ વિભાગના ધાંધીયાથી ખેડૂતો અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર વીજકાપથી કંટાળીને પરેશાન ખેડૂતોએ ચરાડવા પીજીવીસીએલ (PGVCL) કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 1.5 માસથી ચરાડવા અને તેની આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે. સતત થતા વીજકાપના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ તેમજ ગ્રામજનોને પડતી હાલાકીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ વિભાગની આ અણઘડ કામગીરીથી કંટાળીને અંતે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ચરાડવા પીજીવીસીએલ કચેરી ખાતે એકઠા થયા હતા અને વીજ વિભાગના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવીને ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સત્વરે ખેતી અને વપરાશ માટે નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે જેથી પડતી મુશ્કેલીઓનો અંત આવે.#Halvad #Charadva #PGVCL #FarmersProtest #PowerCutIssue #MorbiUpdate #MorbiNews #GujaratFarmers