મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 23 ઓગસ્ટથી કપાસની ખરીદીની શ્રી ગણેશ થયા છે. મોરબી યાર્ડમાં આજે સિઝનનો પ્રથમ કપાસ વેચાણ માટે આવ્યો હતો. મુહૂર્તમાં જ ખેડૂતને સારા ભાવ મળતા ખેડૂતમાં ખુશી જોવા મળી હતી. વેપારીઓ અને ખેડૂતોએ આજે શ્રીફળ વધેરી કપાસને ફૂલડે વધાવીને કપાસની ખરીદીની શ્રીગણેશ કર્યા હતા અને એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા.મોરબી યાર્ડમાં આજે નવા કપાસની 6 મણ જેટલી આવક થઈ હતી. સમલીના ખેડૂત આજે સિઝનનો પ્રથમ કપાસ લઈને વેચાણ માટે આવ્યા હતા. જેમાં વેપારીઓ દ્વારા હરરાજી કરતાં સૌથી ઉંચા ભાવ 3100 રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા. જેથી ખેડૂતમાં પણ ખુશી જોવા મળી હતી. આ વર્ષે વેપારીઓના મતે કપાસના ભાવ સારા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.