ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હેલ્પ ડેસ્ક સાથે કલેક્ટર કચેરી ખાતે કાર્યવાહી શરૂમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આજે MRC કમિટીની બેઠક માટે જુદા જુદા ગામોના હજારો ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થઈ ગયા છે. ખાસ કરીને જેતપર ગામના ખેડૂતો અગાઉથી જ ફૂડ પેકેટ સાથે કચેરીએ પહોંચી ગયા છે.કલેક્ટર કચેરીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાકોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવેશ માટે માત્ર વચ્ચેનો 1 જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. કચેરી પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે LCB અને SOG ના સ્ટાફને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.ખેડૂતોની સુવિધા માટે હેલ્પ ડેસ્કવહીવટી તંત્ર દ્વારા કચેરી ખાતે જુદા જુદા હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ હેલ્પ ડેસ્કની મદદથી ક્યા ગામના ખેડૂતોને કઈ જગ્યાએ જવું તેની વ્યવસ્થા અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે જોવાનું એ રહે છે કે આજે કેટલા ગામોની MRC કમિટીની રચના થાય છે.સવારથી સાંજ સુધી 5 પરિશિષ્ટ હેઠળ તાલુકાવાર અને ગામવાર બેઠક વ્યવસ્થા ગોઠવાયપરિશિષ્ટ-1 (સવારે 10:00 વાગ્યે - કુલ 823 ખેડૂતો): 765 કે.વી. ડી.સી. કે.પી.એસ.-2 (જી.આઈ.એસ) હળવદ ટ્રાન્સમિશન લાઈન અંતર્ગત મોરબી તાલુકાના ચકમપર (12), જેતપર (136), પીપળી (100), રાપર (19), સોખડા (23), વાઘપર (36); હળવદ તાલુકાના નવા દેવળીયા (140), જુના દેવળીયા (21); તથા માળીયા મીંયાણા તાલુકાના જાંબુસર (76), માળીયા (62), નાની બરાર (14), રાસંગપર (77), સોનગઢ (6), વાઘરવા (51) અને વિરવદરકા (50) ખેડૂતોપરિશિષ્ટ-2 (બપોરે 12:00 વાગ્યે - કુલ 874 ખેડૂતો): 765 કે.વી. હળવદ ટ્રાન્સમિશન લાઇન, 765 કે.વી. સીસો ઓફ લાકડીયા-અમદાવાદ અને 765 કે.વી. હળવદ-જામનગર વીજલાઇન હેઠળ હળવદ તાલુકાના ઘનશ્યામપુર (114), કેદારીયા (9), માનસર (14), મેરૂપર (22), રાણેકપર (53), સાપકડા (12), શિરોઈ (38), સુંદરગઢ (6), સુસવાવ (126), બુટાવડા (1), ઘનશ્યામપુર (126), હળવદ (50), કોયબા (32), મંગળપુર (15), સાપકડા (7), વેગડવાવ (95), ભલગામડા (45), ચુંપણી (101), દીઘડીયા (2) અને સાપકડા (6) ખેડૂતો.પરિશિષ્ટ-3 (બપોરે 02:00 વાગ્યે - કુલ 874 ખેડૂતો): 765 કે.વી. હળવદ-જામનગર વીજલાઈન સંદર્ભે હળવદ તાલુકાના માણેકવાડા (78), ભીમગુડા (85); વાંકાનેર તાલુકાના જાંબુડીયા (18), જાંબુડીયા-પંચાસીયા (5), જામસર (31), કોઠારીયા (40), માણેકવાડા (76), માટેલ (27), પંચાસીયા (70), રાણેકપર (59), વઘાસીયા (39), વિઠ્ઠલપર (33); તથા ટંકારા તાલુકાના અમરાપર (46), છતર (24), હીરાપર (30), જબલપુર (29), ઓટાળા (8), રાજાવડ (27), સરાયા (42), સાવડી (51), ટંકારા (21) અને ટોળ (25) ખેડૂતો.પરિશિષ્ટ-4 (સાંજે 04:00 વાગ્યે - કુલ 862 ખેડૂતો): 800 કે.વી. ખાવડા નાગપુર વીજલાઈન (પાવરગ્રીડ કંપની) હેઠળ મોરબી તાલુકાના જેતપર ટીકડા 1 (68), જેતપર ટીકડા 2 (54), ચકમપર (77), જીવાપર ચકમપર (29), સોખડા (39), પીપળી (101), સાપર (52); તથા માળીયા તાલુકાના રાપર (57), જાંબુસર (67), માળીયા (22), નાની બરાર (35), રાસંગપર (90), સોનગઢ (17), વાઘરવા (109) અને વિરવદરકા (45) ખેડૂતો.પરિશિષ્ટ-5 (સાંજે 06:00 વાગ્યે - કુલ 567 ખેડૂતો): 800 કે.વી. ખાવડા નાગપુર, 66 કે.વી. ચરાડવા થી માણાક, 66 કે.વી. પાંડાતીર્થ થી માનસર અને 66 કે.વી. કલાવડી થી ધીયાવડ લાઈન હેઠળ મોરબી તાલુકાના શીશોયાળી (135); હળવદ તાલુકાના ચરાડવા (112), દેવીપુર (32), ચિત્રોડી (41), સરંભડા (51), કડીયાણા (86), દીઘડીયા (34), ચરાડવા (17), દેવીપુર (3), માણાક (18), રાયસંગગઢ (9), માનસર (8), મેરૂપર (11), પાંડાતીર્થ (9), સુંદરગઢ (23), માનસર (9), મેરૂપર (12), પાંડાતીર્થ (6), સુંદરગઢ (24); તથા વાંકાનેર તાલુકાના ધીયાવડ (7), વઘાસીયા (5), ખેરવા (9), કરાકોટ (11) અને કલાવડી (2) ખેડૂતો.#Morbi #MorbiUpdate #MRCcommittee #MorbiCollectorOffice #Farmers #GujaratNews #MorbiNews