જો સમયસર પાણ મળી જાય તો મહામુલો પાક બચી જાય હળવદ : હળવદ તાલુકાના સાત ગામના ખેડૂતોએ બ્રાહ્મણી-2 ડેમ હેઠળની કેનાલમાંથી પાણી આપવા માટે માંગ ઉઠાવી છે. જેને લઇ ગતરાત્રીના ધનાળા ગામના પાટિયા પાસે ૨૦૦થી વધુ ખેડૂતોએ એકઠા થઇ નર્મદા નહેરના અધિકારીઓને રજૂઆત કરી હતી. વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે અને મહામુલા પાકને બચાવવા ખેડૂતો કાકલુદી ભરી રજૂઆતો કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા, મયુરનગર, જુના દેવળીયા, નવા દેવળીયા, પ્રતાપગઢ, ધુળકોટ, ઘનશ્યામનગર સહિતના ગામોના ખેડૂતોને પાછલા ૧૫ દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટિયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહને સાથે રાખી નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી. વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કપાસ અને મગફળીનો પાક સારો છે. જો સમયસર બે પાણી પીવડાવવામાં આવે તો અમારો પાક બચી શકે તેમ છે. જેથી વહેલી તકે પાણી આપવામાં આવે તે જરૂરી હોવાનું જણાવી સરકાર ખેડૂતો પ્રત્યે રહેમ રાખે તેવી માંગ ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..