સરકારના ધારાધોરણ મુજબ જથ્થો જ ખરીદ કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવશે : શ્રી માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેકાના ભાવે મગફળી લઈને આવતા મોરબી તથા માળિયા (મી.) તાલુકાના તમામ ખેડૂતોને શ્રી માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. દ્વારા જણાવાયુ છે કે સરકારના ધારાધોરણો મુજબનો જથ્થો ખરીદ કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવશે. અન્યથા જથ્થો રિજેક્ટ કરવામાં આવશે. જે ધારાધોરણ નીચે દર્શાવાયા છે. વધુમાં દરેક ખેડૂતને નમ્ર વિનંતી ખેતરમાંથી મગફળી કાઢ્યા બાદ વ્યવસ્થિત રીતે તડકામાં સૂકવીને અને વ્યવસ્થિત રીતે સાફ કરીને લાવવી જેથી ભેજનું પ્રમાણ વધારે ન રહે અને જથ્થો રિજેક્ટ ન થાય. મગફળી માટે ગુણવત્તાના ધોરણો ( FAQ સ્પેસીફિકેશન)● વિદેશી અશુધ્ધીઓની વજનમાં મહત્તમ માત્રા મોટીમાં 2% તથા જીણીમાં 2% ● તૂટેલા પોડ/દાણાની વજનમાં મહત્તમ માત્રા મોટીમાં 2% તથા જીણીમાં 2% ● ચીમડાયેલા અને અપરિપક્વ પોડની વજનમાં મહત્તમ માત્રા મોટીમાં 4% તથા જીણીમાં 4% ● અન્ય પોડ મિશ્રણ / દાણાની વજનમાં મહત્તમ માત્રા મોટીમાં 4% તથા જીણીમાં 4% ● ઉતારાની વજનની મહત્તમ માત્રા મોટીમાં 65% તથા જીણીમાં 70% ● ભેજના ટકાની વજનની મહત્તમ માત્રા મોટીમાં 8% તથા જીણીમાં 8%