કાર, બાઈક અને ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર કૂચ કરશેમોરબી: જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને મજબૂત ટેકો આપવા માટે આસપાસના વિસ્તારોના ખેડૂતો દ્વારા કાલે તારીખ 4/7/2026 ને શનિવારના રોજ એક વિશાળ કાર, બાઈક અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનના સમર્થનમાં કુલ 10 ગામોની સંયુક્ત રેલી યોજાનાર છે. આ રેલી સાંજે 4:30 વાગ્યે જેતપર ખાતે પહોંચશે. આ ભવ્ય રેલીમાં ખીરઈ, પંચવટી, વાઘરવા, માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર, ભારતનગર, અર્જુનનગર અને ચીખલી સહિતના વિવિધ ગામડાઓના ખેડૂતો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાવા હાંકલ કરવામાં આવી છે. 'એકતા જ શક્તિ છે - ખેડૂતો એક થશે, તો જ હક્ક મળશે' ના નારા સાથે તમામ ખેડૂત ભાઈઓને આ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.#MorbiUpdates #Jetpar #FarmerProtest #KhedutAndolan #FarmersRally #MorbiNews #KhedutEkta