મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના સૌથી નીચા ભાવ પ્રતિ મણે 100 રૂપિયા જ બોલાતા ખેડૂતોને નિરાશા સાંપડી છે. જ્યારે ડુંગળીના સૌથી ઉંચા ભાવ 400 સુધી બોલાયા છે. આજ રોજ તારીખ 19 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2055 ક્વિન્ટલ એટલે કે 10275 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1487 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 128 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 686, તલના 2426, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1096 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4436, બાજરાના 604, સોયાબીનના 788, અડદના 1535, ચણાના 1346 રૂપિયા અને એરંડાના 1020 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 320 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 400 રૂપિયા ભાવ બોલાયા છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news