પોલીસે 2 બસ ભરીને વિરોધ કરી રહેલા ખેડૂત ભાઈઓ-બહેનોની અટકાયત કરી, એક મહિલા બેભાનમોરબી: જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને તે વિસ્તારમાં આગળ જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન ખેડૂતોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા સંઘર્ષ ચાલી રહ્યો છે. તેવામાં આજે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે. પોલીસે 2 બસ ભરીને વિરોધ કરી રહેલા ભાઈઓ અને બહેનોને ડીટેઇન કરી લીધા છે. પોલીસની આ કાર્યવાહી બાદ બાકી રહેલા તમામ ગામના ભાઈઓ અને બહેનોએ જેતપર સિવિલ હોસ્પિટલ પાસે એકઠા થઈને જેતપરના પાદરમાં પ્રતીક ઉપવાસ કરવાની તૈયારી આદરી છે. ઉલ્લેખનીય છે કે આ વિરોધ વચ્ચે એક મહિલાની તબિયત લથડતા તેઓ બેભાન થયા હતા.#MorbiUpdate #MorbiNews #Jetpar #Protest #Morbi #GujaratNews #LatestNews