ખેડૂતોએ મહિલા અને બાળકો સહિતના પરિવારજનો સાથે જ ખેતરે ધામા નાખ્યામોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાંથી પસાર કરવામાં આવતી વીજ લાઈનનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ ભોગે આ વીજ લાઈનની કામગીરી શરૂ ન થાય તે માટે હવે ખેડૂતોએ આરપારની લડાઈના મંડાણ કરી પોતાના ખેતરોમાં જ રખોપા કરવાનું શરૂ કરી દીધું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામના ખેડૂતો તેમની કિંમતી અને ઉપજાઉ જમીનમાંથી વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. કંપની દ્વારા અચાનક આવીને બળજબરીથી કામગીરી શરૂ કરી દેવામાં ન આવે તેની તકેદારી રાખવા માટે હવે ખેડૂતોએ ખેતરોમાં જ પડાવ નાખ્યો છે. આ આંદોલનમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તેમના પરિવારની મહિલાઓ અને નાના બાળકો પણ જોડાયા છે.જ્યાં સુધી આ મામલે ખેડૂતોના હિતમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વીજલાઈનનું કામ શરૂ કરવા દેવા ખેડૂતો તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી. જેને પગલે ખેડૂતોએ અને તેમના પરિવારજનોએ રોડ ઉપર ચક્કાજામ કરી ખેડૂતોને છોડાવ્યા હતા.#MorbiUpdate #JetparVillage #MorbiNews #FarmersProtest #GujaratFarmers #PowerLineProtest #Morbi