મોરબી : ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનિટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાય માટે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી સહાય મેળવી શકાય છે.સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. સહાય બાબતે વધુ માહિતી મેળવવા નાયબ ખેતી નિયામક (વિ.)ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.