શક્તિનગરના ખેડૂતની ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાં મુકેલ બેટરી ચોરાઇ હળવદ : હળવદના ગ્રામ્ય પંથકમાં જાણે બેટરી ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ ટ્રેક્ટર તેમજ ઝટકા મશીનની બેટરી ચોરાવાની ઘટના ઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ગત રાત્રીના કોયબા રોડ પર આવેલ ખેડૂતની વાડીએ ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાંથી મળી કુલ બે બેટરી તસ્કરો લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા બાબાભાઈ લિંબોલાની વાડી કોયબા રોડ ઉપર આવેલી છે તેઓની વાડીએ ગતરાત્રીના ટ્રેક્ટર માંથી એક બેટરી તેમજ એક વાડીની ઓરડીમાંથી બેટરી તસ્કરો ચોરી ગયા હતા. વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે આ બાજુના વિસ્તારમાં પાછલા થોડા સમયથી ચોર ગેંગ સક્રિય થઇ છે જેથી ખેડૂતની વાડીએ મુકેલા વાહનોમાંથી બેટરીની ચોરી તેમજ ખેતરોમાં મુકેલા ઝટકા તથા ઝટકા ની બેટરીની પણ ચોરી થઇ રહી હોવાનું આજુબાજુના ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી પોલીસ તંત્ર પણ આવા શખ્સોને ઝડપી લઇ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.