મોરબી : ગુજરાત રાજ્યના ખેડૂતોને આવતીકાલ તા. 7મી જુલાઇ બુધવારથી 8ને બદલે 10 કલાક વીજળી મળશે. તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન હિતકારી વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા. 7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ, હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. 7મી જુલાઇથી 8ને બદલે 10 કલાક વીજળી મળશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..